Internship
ડિજિટલ કન્ટેન્ટ નિર્માણ અને સંસ્કૃત સાહિત્ય પ્રચાર ઇન્ટર્નશિપ
Internship Overview

આધુનિક યુગમાં પ્રાચીન ભાષાઓ અને સાહિત્યને લોકભોગ્ય બનાવવા માટે ડિજિટલ માધ્યમો અનિવાર્ય બન્યા છે. 'ડિજિટલ કન્ટેન્ટ નિર્માણ અને સંસ્કૃત સાહિત્ય પ્રચાર' ઇન્ટર્નશિપ કાર્યક્રમ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા, તેના ગ્રંથો, સુભાષિતો અને સાહિત્યિક ધરોહરને ડિજિટલ પ્લેટફોર્મ્સ (સોશિયલ મીડિયા, બ્લોગ, વિડિયો અને વેબસાઇટ) દ્વારા જન-જન સુધી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇન્ટર્નશિપમાં સહભાગીઓ ડિજિટલ ટૂલ્સની મદદથી રચનાત્મક કન્ટેન્ટ, શૈક્ષણિક વિડિઓઝ અને પ્રેરણાદાયી પોસ્ટ્સ બનાવતા શીખશે, જેથી યુવા પેઢીમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને આપણી સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન થઈ શકે.

Internship Objective

સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે આધુનિક ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવાની કૌશલ્ય વિકસાવવી. વિદ્યાર્થીઓને ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પ્રાચીન જ્ઞાનને લોકપ્રિય બનાવવાની તાલીમ આપવી અને ડિજિટલ માધ્યમે સહાયક તરીકેની કાર્યદક્ષતા કેળવવી.

Brief Description

મોડ્યુલ ૧: સંસ્કૃત સાહિત્ય અને ડિજિટલ માધ્યમોનો પરિચય (સંસ્કૃત ભાષાના પ્રચાર માટે સોશિયલ મીડિયાની ભૂમિકા).

મોડ્યુલ ૨: ડિજિટલ કન્ટેન્ટ રાઇટિંગ અને વિઝ્યુઅલ ડિઝાઇનિંગ (સુભાષિતો, શ્લોકો અને કથાઓ પર આધારિત પોસ્ટ્સ અને ગ્રાફિક્સ તૈયાર કરવા).

મોડ્યુલ ૩: સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને આઉટરીચ (વ્હોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા કન્ટેન્ટનું પ્રસારણ).

મોડ્યુલ ૪: સહાયક કાર્ય અને પ્રોજેક્ટ નિર્માણ (સંસ્કૃત પ્રચારક કે સંસ્થાના માર્ગદર્શન હેઠળ લાઈવ ડિજિટલ પ્રોજેક્ટ્સ પર કામ કરવું)

Internship Outcome

આ ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ સહભાગીઓ સંસ્કૃત સાહિત્ય સંબંધિત આકર્ષક ડિજિટલ કન્ટેન્ટ (ગ્રાફિક્સ, રીલ્સ, આર્ટિકલ્સ અને વિડિયોઝ) જાતે તૈયાર કરવામાં નિપુણ બનશે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્કૃત ભાષાના પ્રસાર માટેના ડિજિટલ અભિયાનનું સફળતાપૂર્વક સંચાલન કરી શકશે. આ તાલીમ વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રીએશન, એજ્યુકેશનલ ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં નવી રોજગારીની તકો પૂરી પાડશે, સાથે જ તેમની ભાષાકીય અને તકનીકી ક્ષમતાઓને મજબૂત બનાવશે.

HelpDesk